છીપમાં બંધ મોતી: નારીકેન્દ્રી ચાર લાગણીશીલ અને સંવેદનશીલ વાર્તા (Short Stories Series Book 3) (Gujarati Edition)
₹108.00
નારીકેન્દ્રી ચાર લાગણીશીલ અને સંવેદનશીલ વાર્તા
દીકરી એટલે:
29 વર્ષની સુપ્રિયા ગવર્નમેંટ કોલેજમાં લેક્ચરર તરીકે જૉબ કરે છે. તેના પિતાએ ક્યારેય દીકરા-દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખ્યો નથી. હંમેશાં તેની ઈચ્છાઓ, આકાંક્ષાઓ અને નિર્ણયોનું સુકાન તેના હાથમાં સોંપ્યું છે. જ્યારે તેના લગ્ન તેના પિતાથી તદ્દન વિપરીત—કુંઠિત વિચારસરણી ધરાવતા પુરુષ સાથે થાય છે, ત્યારે તેનું જીવન એક અકલ્પનીય દિશામાં વળાંક લઈ લે છે. વાર્તામાં આગળ બનતી ઘટનાઓ આપની આંખના ખૂણા ભીંજવી જશે…
~~~~~
સ્વયંસિદ્ધા:
બહુ ઓછી એવી છોકરીઓ હોય છે, જે પોતાના સપનાંઓ અને આકાંક્ષાઓની મશાલ પકડીને આગળ વધે છે, પોતાનો રસ્તો પોતે બનાવે છે, આગવી ઓળખની હકદાર બને છે અને કેટલીય છોકરીઓ માટે પ્રેરણામૂર્તિ બની રહે છે. પણ તેમની આ સફર સરળ નથી હોતી. આપણી આ વાર્તાની નાયિકા શર્વરી નાનકડા ગામડામાં જન્મેલી અને ઉછરેલી ખૂબસૂરત યુવતી છે. તે દેવામાં ડૂબેલા પોતાના પરિવારને સદ્ધર કરવા ઈચ્છે છે, પણ તેના માર્ગમાં વારંવાર તેનું સુંદર શરીર બાધક બની જાય છે.
આ વાર્તા “સશક્ત” સ્ત્રીની પરિભાષા કોને કહેવાય, એનું પ્રેરણાદાયી ચિત્રણ આપની સમક્ષ ઊભું કરશે…
~~~~~
દુવિધા:
ઇન્ડિયન ફોરેસ્ટ ઓફિસર (IFC) તુષારની નવસારી જિલ્લાના ‘વાંસદા’ નેશનલ પાર્કમાં બદલી થાય છે. ત્યાં બે ટાઈમ તેનું ટિફિન આપવા ચંદા નામની સ્ત્રી આવે છે. ચંદાનો પતિ મદ્યપાન કરીને લગભગ રોજ તેને મારે-પીટે છે. આગળ વાર્તામાં તુષારની સામે એક એવી દુવિધાજનક સ્થિતિ ઊભી થાય છે, જેમાં તેના નીતિ મૂલ્ય જોખમમાં મુકાઈ છે.
સંવેદનાથી સભર આ વાર્તા પ્રેમ, કરુણા, દયા, હિંમત અને નિ:સ્વાર્થ બલિદાન જેવા માનવીય ગુણોથી આપનું હૈયું ભીંજવી દેશે…
~~~~~
છીપમાં બંધ મોતી:
પ્રશાંત અને મીનલ એક નવ વિવાહિત યુગલ છે. એક દિવસ મીનલ સાથે એક એવી અણધારી દુર્ઘટના બની જાય છે, જેના પછી પ્રશાંત માટે તેને પ્રેમ કરવો અશક્ય બની જાય છે. તેમનું શુષ્ક લગ્નજીવન આખરે છૂટાછેડાના કગારે આવીને ઊભું રહી જાય છે. “સાચા પ્રેમ”ને વ્યાખ્યાયિત કરતી આ વાર્તા આપની આંખમાં આંસુ અને હોઠ પર સ્મિત લાવી દેશે…
~~~~~
મને આશા છે કે, આ ચાર વાર્તા આપના ભાવનાત્મક અને વૈચારિક સ્તર પર ચોક્ક્સ પડઘો પાડશે, અને માનસપટ પર ખાસ છાપ અંકિત કરી જશે.
ASIN : B0CF9G8SX9
Publisher : Toroneel Publication; 1st edition (21 August 2023)
Language : Gujarati
File size : 499 KB
Text-to-Speech : Not enabled
Screen Reader : Supported
Enhanced typesetting : Enabled
Word Wise : Not Enabled
Print length : 88 pages
Product Description
Price: ₹108.00
(as of Feb 13, 2025 12:56:53 UTC – Details)

Reviews
There are no reviews yet.